નર્મદા જીલ્લાના રાજપીપળાનો એક વીડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. રાજપીપળાના જીનકમ્પાઉન્ડ ખાતે એક જ જ્ઞાતિના બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. કયા કારણોસર યુવાઓ વચ્ચે માથાકૂટ થઇ હતી તે સામે આવ્યું નથી. વિડીઓમાં જોઈ શકાય છે કે બે જૂથ લાકડાના ધોકા વડે મારામારી કરી રહ્યા છે. એટલું જ નહીં હાથમાં જે આવે તે એકબીજાની ઉપર ફેંકતા નજરે પડી રહ્યા છે. આ અંગે પોલીસ દફતરમાં હજુ સુધી ફરિયાદ નોંધાવવામાં આવી નથી.