ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદનો એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા 9મા મળેથી કુદીને છલાંગ લગાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ પતિ તેનો હાથ પડકીને બચાવવાની કોશિશ કરે છે અને હાથ છુટી જતા તેણી નીચે પટકાય છે.
ગાઝીયાબાદના ક્રોસિંગ રિપબ્લિકની પ્રખ્યાત સોસાયટીમાં રહેતી એક મહિલા પતિ સાથે ઝગડો થયા બાદ 9મા માળેથી બાલ્કનીમાંથી નીચે કુદવા જતા પતીએ તેનો હાથ પકડીને બચાવવાની કોશિશ કરી પંરતુ થોડી મીનીટો બાદ હાથ છુટી જતા તેણી નીચે પડી જાય છે, પતિએ તેણીનો હાથ પકડી રાખ્યો ત્યાં સુધીમાં લોકોએ નીચે ગાદલા પાથરી દીધા હોવાથી યુવતીને માત્ર ગંભીર ઇજાઓ થઇ છે, પરંતુ તેની હાલત હાલ નાજુક છે. ઘટનામાં પોલીસ પાસે કોઇ ફરિયાદ નોંધવામાં નથી આવી, પરંતુ પોલીસ મામલાની તપાસ કરી રહી છે.