જામનગર શહેરના અંધાશ્રમ આવાસ કોલોનીમાં રહેતા અને વીડિયો શૂટિંગ કરતા યુવાનને તેના ઘરે પંખામાં ટૂવાલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
આ બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ આવાસ કોલોની બ્લોક નં.4 રૂમ નં.8 મા રહેતા અને વીડિયો શૂટિંગનો વ્યવસાય કરતા નિરેશ ઉર્ફે રોહિત જેન્તીભાઈ સોમેશ્ર્વરા (ઉ.વ.35) નામના યુવાનને સોમવારે રાત્રિના સમયે તેના ઘરે કોઇ અગમ્ય કારણોસર છતના પંખામાં ટુવાલ વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા જેન્તીભાઈ દ્વારા જાણ કરાતા હેકો એ.એન. નિમાવત તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી ? તે અંગેનું કારણ શોધવા તપાસ આરંભી હતી.
જામનગરમાં વીડિયો શૂટિંગ કરતા યુવાને જિંદગી ટૂંકાવી
તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા : પોલીસ દ્વારા કારણ શોધવા તપાસ