Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારરાવલમાં બે જૂથો વચ્ચે સરાજાહેર ધોકા ઉડયા, મારામારીનો વીડિયો વાયરલ

રાવલમાં બે જૂથો વચ્ચે સરાજાહેર ધોકા ઉડયા, મારામારીનો વીડિયો વાયરલ

- Advertisement -

આ અંગે વિગત મુજબ, ગત તા. 14 ના રોજ બપોરે બાર વાગ્યાના સમયે હનુમાનધાર વિસ્તારમાં રહેતા ચારથી પાંચ લોકો માથાકુટ કરવાના ઈરાદાથી આવી અને રાવલ બસ સ્ટેન્ડ નજીક રામાપીર મંદિર સામેની ગલીમાં દરજી કામ કરતા જેઠા નારણ જમોડની દુકને આવી માર મારવા લાગતા લોકો એકઠા થયા હતા.

- Advertisement -

આ બનાવની હકીકત એવી છે, આરોપી રમેશ નાથા જાદવની પત્ની સાથે ફરિયાદી જેઠા નારણને આડા સંબંધ હોય ત્યારે તા 13 ના રોજ રાત્રે આરોપીઓ દ્વારા ફરિયાદીને સમજાવવાનો પ્રયાસ કરેલ હતો. જેમાં જણાવેલ કે હવે મારી પત્ની સાથે કોઈ જાતનો સંબંધ રાખતો નહિ તેમ કહી આરોપીઓ ચાલ્યા ગયા હતા પણ આડા સંબંધમાં ભાન ભૂલી ગયેલ આરોપી જેઠા જમોડ દ્વારા રમેશની પત્નીને ફોન લય આપી પોતાનો સંબંધ યથાવત રાખતા આરોપીઓ ગુસ્સે થઈને જેઠા જમોડની દુકાને પહોંચી જતા ત્યાં ઉગ્ર બોલા ચાલી બાદ મારા મારી શરૂ થઈ હતી ત્યારે હાજર ઉભેલ લોકોમાંથી કોઈ એ વિડિઓ ઉતારી વાયરલ પણ કર્યો હતો. આ બનાવ અંગેની જાણ રાવલ પોલીસને થતા રાવલના પીએસઆઇ શુકલા દ્વારા સમગ્ર હકીકત જાણી ગણતરીની કલાકોમાં આરોપી રમેશ નાથા જાદવ, રામાં નાથા જાદવ, ચના નાથા જાદવ, હમીર રમેશ જાદવ ચારેય રહેવાસી હનુમાન ધારનાઓને પકડીને ઇ પી કો કલમ 324- 323- 114 તથા જીપી એકટ કલમ 135 (1) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. તેમજ ઇજા પામનાર જેઠા જમોડના પુત્ર કનું જમોડ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પી એસ આઈ શુકલા ચલાવી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular