ગુજરાતમાં બાઈકના સ્ટંટના અનેક વિડીઓ વાયરલ થતા હોય છે. અને પોલીસ દ્રારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે આવો વધુ એક વિડીઓ વાઈરલ થયો છે જેમાં એક શખ્સ બુલેટ પર બંદુક સાથે સ્ટંટ કરી રહ્યો છે. આ અગાઉ પણ પોલીસે આવા અનેક શખ્સો સામે કાર્યવાહી કરી છે.
સુરતમાં બાઈક પર સ્ટંટ કરતા અનેક વિડીઓ વાયરલ થયા છે. અને આવા લોકો વિરુધ પોલીસ દ્રારા કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સુરતમાંથી વધુ એક વિડીઓ વાયરલ થયો છે. વિડીઓમાં એક શખ્સ બુલેટ પર પિસ્તોલ સાથે સ્ટંટ કરી રહ્યો છે. વિડીઓમાં દેખાઈ રહેલ બાઈક સુરત શહેરની છે. હજુ થોડા સમય પહેલા પણ સુરતમાં કોલેજીયન યુવતી અને યુવકનો વિડીઓ વાયરલ થયો હતો. ત્યારે વધુ એક વિડીઓ વાયરલ થયો છે. જેમાં યુવક જીવના જોખમે છુટા હાથે બાઈક ચલાવી પિસ્તોલ બતાવી રહ્યો છે.