જામ કલ્યાણપુર તાલુકા ના મસ્ત મોજી TDO સુરેશ મેણાત ના નિવૃત્તિના દિવસે સોમરસ પાન કરતો વીડિયો વાયરલ થયો છે
કલ્યાણપુર તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સુરેશ મેણાત સતત વિવાદો થી ઘેરાયાએલ રહ્યા છે. નાગરિકો ને જેમતેમ જવાબ આપવા ,ઓફીસ માં ધૂમ્રપાન કરવું. મન ફાવે તેમ ઓફીસ માં વર્તન કરવું વગેરે સહિતના આક્ષેપો લાગેલા છે ત્યારે તેઓ ના નિવૃત્તિ ના દિવસે કોઈ વ્યક્તિ દ્વારા પૂર્વ આયોજિત આયોજન કરી દારૂની મહેફિલ માણતા હોય એવો વિડીયો વાયરલ કરતા સરકારી કચેરીમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જો કે, આ વીડિયોમાં તાલુકા વિકાસ અધિકારી દારૂના જામ મારતા હોય પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળી રહ્યું છે. જેની આ વિડીયોમાં અન્ય પણ એક વ્યક્તિ દારૂની મોજ માણવાની વાતો કરી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આમ ટીડીઓના નિવૃત્તના દિવસે દારૂની મોજ માણતાનો વિડીયો વાયરલ થતા જિલ્લાભરના અધિકારીઓમાં ભારે હડકંપ મચી ગયો હતો. જોકે આ વીડિયો ક્યારનો છે તે કોઈ સ્પષ્ટ થયું નથી. પરંતુ તાલુકા વિકાસ અધિકારી સાથે અન્ય શખ્સ દારૂની મહેફિલમાં મસ્ત થઈ ગયો હોવાનું જોવા મળી રહ્યું છે.
આ સમગ્ર મામલો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા હાલ પોલીસે આ વિડીયોના આધારે આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણમાં જોવાનું રહ્યું કે તાલુકા વિકાસ અધિકારી દારૂ પિતા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે સંબંધિત તંત્ર આ બાબતે તટસ્થ તપાસ કરશે કે કેમ ?