રાજકોટના શાપર-વેરાવળમાં બંગડીના કારખાનામાં વિકરાળ આગ ફાટી નીકળી છે. આ ભીષણ આગના ધૂમાડાના ગોટા 10 કિલોમીટર દૂર સુધી નજરે પડી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રીગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે. અને આગને કાબુમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
રાજકોટના શાપર વેરાવળમાં સિલ્વર પોલીમર્સ નામની બંગડીની ફેક્ટરીમાં અમુક કારણોસર આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની આ ઘટના અંગે જાણ થતાં જ ગોંડલ ફાયર ટીમ પણ ઘટનાસ્થળે પોહચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 10 કિલોમીટર દૂર સુધી આગના ધૂમાડા દેખાઈ રહ્યા છે. કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી સામે આવ્યું નથી. આગના દ્રશ્યો એટલા ડરામણા હતા કે આસપાસના લોકોમાં ભય ફેલાઈ ગયો હતો.