ભાવનગરના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભયારણ્યમાં હજારો કાળીયાર વસવાટ કરે છે. ત્યારે કાળીયારનો એક અદ્ભુત વિડીઓ કેમેરામાં કેદ થયો છે. જેમાં 3000થી પણ વધુ કાળીયાર રોડ ક્રોસ કરી રહ્યા છે. તે વિડીઓ હાલમાં સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થયો છે.
વેળાવદર પાસે આવેલ કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગર શહેરથી 45 કિમી દુર આવેલ છે. છેલ્લાં 5 વર્ષમાં કળિયારોની સંખ્યામાં વધારો થયો છે, અહીં પ્રતિબંધિત વિસ્તાર હોવાથી મુક્ત રીતે ફરી શકે છે. ઓક્ટોબરથી જુનની વચ્ચે પ્રવાસીઓ અહી મુલાકાતે આવતા હોય છે. ત્યારે વાયરલ થયેલા આ વિડીઓમાં જોઈ શકાય છે કે કાળિયારોનું મોટું ટોળું ઉદ્યાન માં આવેલ રોડ ક્રોસ કરી રહ્યા છે. આવા દ્રશ્યો ભાગ્યે જ જોવા મળતા હોય છે.