જામનગર શહેરના ગ્રીનસીટી વિસ્તારમાં એક બંધ મકાનમાં આજે સવારે આગ ફાટી નીકળી હતી. શિવમ રેસીડેન્સીના 304 નંબરના ફ્લેટમાં આગ લાગતા ફાયરની ટીમે ઘટના સ્થળે પહોચીને આગને કાબુમાં લેવા માટે તજવીજ શરુ કરી છે. બંધ મકાનમાં શોટ સર્કીટના પરિણામે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.