Saturday, December 6, 2025
Homeરાજ્યપીજીવીસીએલની નબળી કામગીરીના કારણે અબોલ પશુઓનો ભોગ

પીજીવીસીએલની નબળી કામગીરીના કારણે અબોલ પશુઓનો ભોગ

ગૌ ભક્તો દ્વારા તંત્રને લેખિત રજૂઆત કરાઈ

ખંભાળિયા તાલુકામાં તાજેતરમાં એક દિવસના સમયગાળામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન ચોમાસા પૂર્વે પીજીવીસીએલ તંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરી કરવામાં આવી હતી. પરંતુ આ કામગીરી જાણે અપૂરતી બની રહી હોય તેમ શુક્રવારે ખંભાળિયા તાલુકાના સલાયા ગામે જીવંત વીજ વાયર તુટી પડતા ચાર જેટલા ધણખુટ- ગાયના મૃત્યુ નિપજયાનો બનાવ સામે આવ્યો છે. આ કરુણ બનાવ અંગે અહીંના ગૌભક્તો દ્વારા પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરને એક લેખિત પત્ર પાઠવી, વિજ વાયર તૂટવાના ઉપરોક્ત બનાવને ગંભીર પણે આ બાબતને પીજીવીસીએલની બેદરકારી ગણાવી છે.

- Advertisement -

ચોમાસાના પ્રારંભમાં જ જો આવા બનાવ બને તો આગામી સમયમાં કેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થશે? તે બાબતે ચિંતા વ્યકત કરી, આ મુદ્દે તાકીદે પગલાં લેવા અને જો તંત્ર નિષ્ફળ જશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ પત્રમાં આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular