સરકારી પ્રાથમિક શાળા નં. 18, જામનગર ખાતે શ્રી ગુરુ ગોવિંદસિંહજીની જન્મજયંતીના અનુલક્ષીને વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સવારની પ્રાર્થના સાથે કરવામાં આવી. ત્યારબાદ ગુરુદ્વારા સિંઘ સભા જામનગરના સાહેબશ્રી પ્રકાશસિંઘ દ્વારા વિદ્યાર્થીઓને શ્રી ગુરુ ગોવિંદસિંહજી ના જીવનચરિત્ર તથા સિખ ધર્મના દસમા ગુરૂ શ્રી ગોવિંદસિંહના બંને પુત્રો ની શહીદીને સન્માન આપવા માટે ઉજવાય છે.
આ એ જ તારીખ છે જે દિવસે તેમના નાના પુત્રો – સાહિબ જાદ જોરાવરસિંહ (વય 7 વર્ષ) અને સાહિબજાદા ફતેહસિંહ ( વય 9 વર્ષ) ને વજીર ખાને જીવતા જ દિવાલમાં ચણી દીધા હતા. તેમના સન્માનમાં 2022 થી વીર બાલ દિવસ ઉજવાય છે અને તેના બલિદાન વિશે માહિતી આપવામાં આવી. દેશપ્રેમ, સાહસ, ત્યાગ અને ધર્મનિષ્ઠા જેવા મૂલ્યો વિશે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું. શાળાનાં મુખ્ય શિક્ષક દિપક પાગડાએ શાબ્દિક સ્વાગત અને પ્રાંસંગિક પ્રવચન આપ્યુ હતું. શૈક્ષિક શિક્ષક મહાસંઘ જામનગર શહેરના અધ્યક્ષ મોતિબેન કારેથા અને શાળાના સિનિયર શિક્ષક પરબભાઇ રાવલિયાનું સન્માન તથા સ્કૂલ ગેમ્સ, સાંસદ ખેલ મહોત્સવ અને વીર ગાથા પ્રોજેક્ટમાં વિજેતા થનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા ભાષણ, કવિતા પઠન અને ચિત્રકામ જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની પ્રતિભા રજૂ કરી.
વીર બાલોના બલિદાનથી પ્રેરણા લઈને સારા નાગરિક બનવાનો સંકલ્પ લેવાયો. અંતમાં શિક્ષકશ્રીઓએ વિદ્યાર્થીઓને સત્ય, સેવા અને દેશપ્રેમના માર્ગે ચાલવા માટે પ્રોત્સાહિત કર્યા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને શૈક્ષણિક વાતાવરણમાં સંપન્ન થયો.


