Monday, April 13, 2026
Homeરાજ્યજામનગરશ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાકટયોત્સવ નિમિતે પ્રભાત ફેરી યોજાઇ - VIDEO

શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાકટયોત્સવ નિમિતે પ્રભાત ફેરી યોજાઇ – VIDEO

આજથી બે દિવસ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 549માં પ્રાકટયોત્સવની જામનગરમાં ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત શોભાયાત્રા ગુણાનુવાદ સભા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આજે સવારે મોટી હવેલીથી પ્રભાત ફેરી યોજાઇ હતી. જે મહાપ્રભુજી બેઠકે પુર્ણ થઇ હતી.

- Advertisement -

મોટી હવેલી જામનગરના ગાદી પતિ પૂ.પા.ગો.108 હરીરાયજી મહારાજની આજ્ઞા અને પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયની અઘ્યક્ષામાં પૂ.ગો.શ્રી રસાર્દ્રરાયજી અને પૂ.ગો.શ્રી પ્રેમાર્દ્રરાયજીના સાનિઘ્યમાં જામનગર વૈષ્ણવ સમાજ વૈશ્વાનર યુવા સંગઠન શ્રીમદ અનિરૂઘ્ધ પુષ્ટીમાર્ગીય મહાવિદ્યાલય, શ્રીમદ અનિરૂઘ્ધ પુષ્ટીમાર્ગીય મહિલા પાઠશાળા આંતરરાષ્ટ્રીય પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ પરીષદ જામનગર શાખા વ્રજવલ્લભ સોશ્યલ ગૃપ તથા જામનગર વૈષ્ણવ મંડાણના સંયુકત ઉપક્રમે આજથી બે દિવસ શ્રી વલ્લભાચાર્યજીનો 549 મો પ્રાકટયોત્સવની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે સવારે મંગળા આરતી યોજાઇ હતી. ત્યારબાદ પ્રભાત ફેરી યોજાઇ હતી. આ પ્રભાત ફેરી મોટી હવેલીથી પ્રસ્થાન કરી સેતાવાડ, ખંભાળિયા ગેઇટ, સુમેર કલબ રોડ, સાત રસ્તા સર્કલ, જિલ્લા પંચાયત ભવન, ટાઉન હોલ, તીનબતી, બેડી ગેઇટ, નાગનાથ ગેઇટ, હવેલીની ગૌશાળા થઇને મહાપ્રભુજી બેઠકે વિરામ લીધો હતો. જેમાં વૈષ્ણવ સમાજના લોકો મોટી સંખ્યામાં વાહનો સાથે જોડાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular