ગુજરાત સહીત દેશભરમાં 1મેથી 18 થી 45 વર્ષના લોકોના રસીકરણ અભિયાનનો પ્રારંભ થવાનો છે. પરંતુ દેશના 4 રાજ્યો એવા છે કે જેઓએ વેક્સીનેશનનું આ અભિયાન શરુ નહી થઇ શકે તેમ જણાવ્યું છે. કોંગ્રેસ સાશિત આ ચાર રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને ઝારખંડનો સમાવેશ થાય છે. તેઓનું કહેવું છે કે અહીં પહેલાથી જ વેક્સીનનો જથ્થો ઓછો છે માટે 18થી 45 વર્ષના લોકોને વેક્સીન આપવાનું શક્ય નથી.
દેશના ચાર રાજ્યો રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ અને ઝારખંડમાં વેક્સીનનો જથ્થો ઓછો હોવાથી તેઓનું કહેવું છે કે ત્યાં 18 થી45 વર્ષના લોકોને વેક્સીન આપવાનું શક્ય નથી. રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ કહ્યુ હતુ કે, જો કંપનીઓ પહેલા કેન્દ્ર સરકારના ઓર્ડર પૂરા કરવાની હોય તો રાજ્ય સરકારે વેક્સીનિ કેવી રીતે ખરીદવાની તેની સ્પષ્ટતા સરકાર કરે.રાજસ્થાનમાં 18 થી 45 વર્ષની વયના 3.13 કરોડ લોકો છે તો તેમનુ રસીકરણ વેક્સીનની અછત વચ્ચે કેવી રીતે કરવુ. આ ઉપરાંત રાજસ્થાને સીરમ ઇન્સ્ટીટ્યુટનો પણ સંપર્ક કર્યો હતો. ઈન્સ્ટિટ્યુટે 15 મે પહેલા વેક્સીન સપ્લાય કરી શકાય તેમ નથી તેવુ કહ્યુ છે.કારણકે કેન્દ્ર સરકાર તરફથી જે ઓર્ડર મળ્યો છે તેનો સપ્લાય કરવામાં જ 15 મે જેટલો સમય જાય તેમ છે.