જામનગર સહીત ગુજરાતના 10 શહેરોમાં 1મે થી 18વર્ષથી ઉપરના તમામ લોકોનું રસીકરણ શરુ કરવામાં આવ્યું છે. પરંતુ રસીકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવા માટે આજથી ગુજરાતના તમામ જીલ્લાઓમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સીન આપવાનો મહત્વનો નિર્ણય ગુજરાત સરકારે લીધો છે. યુવાઓ વેક્સિનેશન માટે ઓનલાઇન સ્લોટ ન મળતા રોષ ઠાલવી રહ્યા છે. તો બીજી તરફ એવા પણ લોકો છે જે વેક્સીનને લઇને ખોટી અફવાઓ ફેલાવે છે. ત્યારે આજે રોજ જામનગરના કમિશ્નર દ્રારા યુવાઓને વેક્સીન લેવા માટે અપીલ કરવામાં આવી છે. જે સ્પષ્ટ સૂચવે છે કે યુવાઓમાં પહેલાની જેમ રસિકરણને લઇને ઉત્સાહ નથી. આજે સાંજ સુધી પણ કોવિન એપ પર મોટા ભાગના સ્લોટ ખાલી જોવા મળ્યા હતા.
યુવાઓ એક તરફ વેક્સીનને લઇને સ્લોટ નથી મળી રહ્યો તેમ કહી રહ્યા છે. બીજી બાજુ જામનગરના કમિશ્નર લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરી રહ્યા છે. જામનગરમાં હાલ 30 કેન્દ્રો પર વેક્સીનેશન પ્રક્રિયા શરુ છે. તમામ કેન્દ્રો પર રોજે 200 લોકોને વેક્સીન આપવામાં આવે છે. આમ જામનગરમાં રોજે 6000 લોકોને વેક્સીન મળી રહે. પરંતુ સ્લોટ ન મળતા હોવાની યુવાઓની ફરિયાદ છે. અગાઉ કોવિન સાઈટ ખુલતાની સાથે જ 1મિનીટ માં જ તમામ સ્લોટ ફૂલ થઇ જતા હતા ત્યારે 100 લોકોનું એક કેન્દ્ર પર બુકિંગ કરવામાં આવતું હતું. હાલ એક કેન્દ્ર પર 200 લોકોને વેક્સીન આપવામાં આવે છે, છતાં પણ સ્લોટ ખાલી જોવા મળી રહ્યા છે. ત્યારે આજે રોજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું છે કે સમાજમાં ઘણા લોકો વેક્સિનને લઇને અફવાઓ ફેલાવી રહ્યા છે. માટે અંધશ્રદ્ધા ફેલાઈ છે. તો જામનગરના કમીશ્નરને પણ વેક્સિન અને સ્લોટની અછત વચ્ચે આજે લોકોને રસી લેવા માટે અપીલ કરવામાં આવી છે.
છેલ્લા 5 દિવસના આંકડાઓ જોવામાં આવે તો નીચે મુજબ છે
30 મે : 18 થી 44 વર્ષના 5403 લોકોએ વેક્સીન લીધી
31 મે : 18 થી 44 વર્ષના 5274 લોકોએ વેક્સીન લીધી
1 જુન : 18 થી 44 વર્ષના 5277 લોકોએ વેક્સીન લીધી
2જુન : 18થી44 વર્ષના 3871 લોકોએ વેક્સીન લીધી
3જુન: 18 થી 44 વર્ષના 3912 લોકોએ વેક્સીન લીધી
આ આંકડાઓ સ્પષ્ટ સૂચવે છે યુવાઓમાં વેક્સિનેશનને લઇને ઉત્સાહ ઓછો થઇ રહ્યો છે. જામનગરમાં 30 સેન્ટર કાર્યરત છે. એક સેન્ટર પર 18થી44 વર્ષના 200 લોકોને વેક્સીન આપી શકાય છે. એટલે કે 30 સેન્ટર પર રોજે 6000 યુવાઓને વેક્સીન આપી શકાય. પરંતુ 6000 લોકોએ વેક્સીન લીધી હોય તેવું ક્યારેય બન્યું નથી. કોવિન સાઈટ પર રોજે 6000 લોકોનું બુકિંગ થઇ શકે છે. છતાં પણ યુવાઓમાં રસીકરણને લઇને ઓછી રૂચી જોવા મળી રહી છે.