Wednesday, December 25, 2024
Homeરાજ્યકોરોના વેક્સિનેશનના મહાભિયાન વચ્ચે આવતીકાલે ગુજરાતમાં રસીકરણ બંધ રહેશે

કોરોના વેક્સિનેશનના મહાભિયાન વચ્ચે આવતીકાલે ગુજરાતમાં રસીકરણ બંધ રહેશે

- Advertisement -

એક તરફ સરકાર વેક્સિનેશનનું મહાભિયાન ચલાવી રહી છે. અને આવતીકાલે સમગ્ર રાજ્યમાં રસીકરણ બંધ રાખવાનો સરકાર દ્રારા નિણર્ય લેવામાં આવ્યો છે. દર બુધવારે મમતા દિવસ અને અન્ય રસીકરણના કાર્યક્રમો હોવાથી આવતીકાલે જામનગર અને દ્વારકામાં પણ વેક્સિનેશન બંધ રાખવામાં આવશે.તો બીજી બાજુ રાજ્યમાં વેક્સીનનો પુરતો સ્ટોક પણ ન હોવાથી કામગીરી બંધ રાખવામાં આવી છે.

- Advertisement -

સરકાર દ્રારા દર બુધવારે  મમતા દિવસની ઉજવણી કરવામાં આવી છે. પ્રત્યેક માતા અને બાળક સુરક્ષિત રહે તે હેતુથી માતૃબાળ કાર્યક્રમ રાજ્યમાં અમલમાં મુકવામાં આવ્યો છે. તેમજ સગર્ભા માતાને ચેપી રોગો સામે રક્ષણ આપવા માટે ધનુરની રસી આપવામાં આવશે. તો મમતા દિવસે બાળકોને 6 ઘાતક રોગથી બચવા માટે ડીપીટી, પોલિયો, બીસીજી અને ઓરીની રસી આપવામાં આવશે. માટે વેક્સિનેશનનો કાર્યક્રમ બંધ રાખવાનો નિણર્ય લેવામાં આવ્યો છે.

મમતા દિવસની ઉજવણી કરવાની હોવાથી દર બુધવારે વેક્સિનેશન બંધ રહેશે કે કેમ તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ આવતીકાલે સમગ્ર રાજ્યમાં રસીકરણ બંધ રહેશે. એક તરફ રસીની અછત વચ્ચે જામનગરના નાગરિકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. અને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભું રહેવું પડે છે. ત્યારે જામનગર અને દ્રારકા સહીત સમગ્ર રાજ્યમાં આવતીકાલે રસીકરણ બંધ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular