Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં 18+ ના 14083 લોકોને રસીકરણ

જામનગર શહેરમાં 18+ ના 14083 લોકોને રસીકરણ

45+ના લોકો દ્વારા પ્રથમ અને બીજો ડોઝ લેનારનો આંકડો 134478 : છેલ્લાં 3-4 દિવસથી રસીકરણમાં ઘટાડો

- Advertisement -

જામનગર શહેરમાં 18+ ના રસીકરણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે 45+ માં સરેરાશ બે હજાર લોકોને રસીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા વધુ છે. શહેરમાં આજ દિવસ સુધીમાં 45 થી વધુની ઉંમરના લોકોનો આંક 134478 રહ્યો છે.
જામનગર સહિત સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારીના કહેરમાં બીજી લહેર ખૂબ જ ઝડપી અને ઘાતક બનતી જાય છે. આ લહેરને અટકાવવા માટે રાજ્યના 36 શહેરમાં રાત્રિ કફર્યૂ લાદવામાં આવ્યો છે. ઉપરાંત સમગ્ર રાજ્યમાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અને તબીબી સેવાઓ સિવાયના વ્યવસાયો અને રોજગાર બંધ રાખવામાં આવ્યા છે. આ પાબંધી 12 મે એટલે કે આવતીકાલ સુધી અમલમાં રહેશે. આ મહામારીમાં છેલ્લાં 3 -4 દિવસથી કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ પહેલી તારીખથી 18+ ના લોકોને કોરોના રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલાં 45+ ના લોકો માટે રસીકરણ અભિયાન અવિરત ચાલુ જ છે. પરંતુ, છેલ્લાં 4-5 દિવસથી કોરોના કેસમાં ઘટાડાની સાથે સાથે 18+ માં રસીકરણમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કોરોના સંક્રમણ કયારેય પણ કાબુમાં આવે તેવી શકયતાઓ દેખાતી નથી. જામનગર શહેરમાં 10 મે સુધીના આંકડાઓ ઉપર નજર કરીએ તો 10 મે ના રોજ 45+ ના 403 લોકોને પ્રથમ ડોઝ અપાતા કુલ 94357 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે સોમવારે 1650 લોકોને બીજો ડોઝ આપવામાં આવતા બીજો ડોઝ લેનારાઓની સંખ્યા 40121 સુધી પહોંચી ગઈ છે અને 45+ ના રસીકરણ લેનારા લોકોનો આંકડો 134478 નો થયો છે.

જ્યારે 1 લી મે થી શરૂ કરાયેલા 18+ ના લોકોને કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જામનગર શહેરમાં 10 તારીખ સુધીમાં કુલ 14083 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે અને સોમવારે 728 લોકોએ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular