Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતજામનગર સહીત રાજ્યભરમાં હવે અઠવાડિયામાં 5 જ દિવસ વેક્સિનેશન

જામનગર સહીત રાજ્યભરમાં હવે અઠવાડિયામાં 5 જ દિવસ વેક્સિનેશન

- Advertisement -

ગુજરાતમાં કોરોના સામે જંગ જીતવા માટે વેક્સીનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. એક તરફ સરકાર દ્રારા વેક્સનેશનના મહાઅભિયાનની વાતો કરવામાં આવી રહી છે અને રસીનો પુરતો સ્ટોક હોવાના દવાઓ કરવામાં આવી રહ્યા છે તેવામાં આજે રોજ નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા રાજ્યમાં હવેથી અઠવાડીયામાં માત્ર 5 દિવસ જ રસીકરણ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

- Advertisement -

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે રોજ જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી આરોગ્યકર્મીઓને રજા મળી નથી અને રવિવારે આરોગ્યકર્મીઓને રજા અને આરામ મળી રહે તે માટે રસીકરણ બંધ રહેશે. આ ઉપરાંત બુધવારે મમતા દિવસની ઉજવણી કરવામાં આવનાર હોવાથી દર બુધવારે પણ રસીકરણ કાર્યક્રમ બંધ રહેશે. આમ અઠવાડિયામાં બે દિવસ રવિવાર અને બુધવારના રોજ રસીકરણની કામગીરી બંધ રહેવાથી માત્ર 5જ દિવસ લોકો વેક્સિનેશન કરાવી શકશે.

છેલ્લા બે સપ્તાહથી દર બુધવારે રસીકરણ બંધ રાખવામાં આવતું હતું ત્યારે હવે રવિવાર અને બુધવાર એમ બે દિવસ રસીકરણ બંધ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular