હાલ કોરોના મહામારી સામે રસી એ જ અમોઘ શસ્ત્ર છે તેમ જામનગરવાસીઓનું માનવું છે. આ હથિયાર દ્વારા લડત આપવા જામનગરના નાગરિકો વિવિધ સેવા કેમ્પો દ્વારા આયોજિત વેક્સિનેશન કેમ્પમાં રસી લઇ રસીકરણ અભિયાનના ભાગીદાર બની રહ્યા છે.
જામનગરને સુરક્ષિત બનાવવા મંત્રી આર.સી.ફળદુ દ્વારા જામનગરવાસીઓને આ રસીકરણ અભિયાનમાં જોડાઈને વધુમાં વધુ રસી લેવા અનુરોધ કરવામાં આવેલ હતો. જેને અનુસંધાને જામનગરમાં બહોળી સંખ્યામાં લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હતો. રસી થકી સંપૂર્ણ સુરક્ષા માટે બીજો ડોઝ આવશ્યક છે. રસીના બે ડોઝ અને તકેદારીના સુરક્ષા ચક્રને પૂર્ણ કરીને જ આ મહામારી સામે લડત આપી શકાય છે.
આજરોજ કૃષિમંત્રી આર.સી.ફળદુની પ્રેરક ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 7મા આહીર સમાજ સત્યમ કોલોની, વોર્ડ નંબર 8માં લેઉવા પટેલ સમાજ રણજીત નગર, વોર્ડ નંબર 9માં ઇન્દુમધુ હોસ્પિટલ ચાંદી બજાર, વોર્ડ નંબર 10મા કડિયા સમાજની વાડી, કડિયાવાડ, વોર્ડ નંબર 13માં ગુરુ નાનકદેવ મંદિર નાનકપુરી, વોર્ડ નંબર 14માં કચ્છી ભાનુશાળી સમાજની વાડી, વોર્ડ નંબર 15માં વણકર સમાજની વાડી શંકર ટેકરી અને વોર્ડ નંબર 16માં પ્રસંગ હોલ પટેલ પાર્ક ખાતે રસીના બીજા ડોઝ માટે રસીકરણ કેમ્પ યોજાયા હતા. મંત્રી આર.સી.ફળદુએ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા.
આ રસીકરણ અભિયાનમાં મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનીષભાઈ કટારીયા, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા, શાસક પક્ષ નેતા કુસુમબેન પંડ્યા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ, ગોપાલભાઇ સોરઠીયા કોર્પોરેટર હર્ષાબા જાડેજા, શોભનાબેન પઠાણ, જ્યંતીભાઇ ગોહિલ, રાજુભાઇ યાદવ, શંકરભાઇન ખીમસૂર્યા, રાજુભાઇ ડાભી, જયેશભાઇ ઢોલરીયા તથા અન્ય મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરમાં વિવિધ વોર્ડમાં વેક્સિનેશન કેમ્પ, જનતા જનાર્દન બની સુરક્ષા ચક્રમાં ભાગીદાર
જામનગર શહેરમાં વિવિધ આઠ વેક્સિનેશન કેમ્પમાં મંત્રી આર.સી.ફળદુની પ્રેરક ઉપસ્થિતિમાં રસીકરણના બીજા ડોઝ માટે અભિયાન હાથ ધરાયું