શિયાળાની સીઝનમાં સામાન્ય રીત દરેક ઘરમાં લોકોની સામાન્ય તકલીફ એટલે, શરદી, તાવ, ઉધરસ, ગળામાં સોજો, ઈન્ફેકશન વગેરે….જરાક અમસ્તુ ઠંડુ ખવાઈ જતા તરત જ ગળામાં ખરાશ કે ઈન્ફેકશન થઈ જતું જોવા મળે છે. જો ધ્યાન ન દેવાય તો દુ:ખાવો અને સોજો પણ થઈ જાય છે. ત્યારે આયુર્વેદિક દુનિયાના અમન ચુડાસમા આપણને આ સમસ્યાના સમાધાન માટે ઉપચાર જણાવે છે.
- આદુ :
પેટથી લઇને વાળ અને અન્ય રોગોમાં પણ બહુ જ ગુણકારી છે આદુ. આદુમાં રહેલું જિન્જેરોલ અને અન્ય તત્વો શિયાળામાં બહુ જ ફાયદો કરે છે. તેની તાસીર ગરમ હોય છે. અને તેના એન્ટીબેકટેરીયલ તત્વ ગળામાં સોજાની સમસ્યા દૂર કરે છે તેથી આદુનું સેવન કરો અને આદુની ચા બનાવીને પણ પી શકાય છે. - લીંબુ પાણી:
એક ગ્લાસ નવસેા પાણીમાં લીંબુનો રસ અને ચપટી મીઠું અને તમને જરૂર લાગે તો થોડી ખાંડ નાખીને પીવું જોઇએ. તેનાથી ગળાને ખારાશથી આરામ મળે છે. - ગરમ પાણીના કોગળા:
ગળાની સમસ્યા થાય તો ડોકટર પણ રમ પાણી અને મીઠાના કોગળા કરવાની સલાહ આપે છે. તે ગળામાં ઈન્ફેકશન સોજો અને ખરાશને પણ દુર કરે છે. જેનાથી ગળામાં દુ:ખાવો પણ દૂર થાય છે. - જેઠીમધ ખાઓ :
જેઠીમધ શિયાળામાં થતી સમસ્યાઓ માટે રામબાણનું કામ કરે છે. સાથે જ તેના ઔષધિય ગુણ ઘણી સમસ્યાઓમાં લાભકારક છે. સિઝનલ ચેન્જિસમાં ગળામાં ઈન્ફેકશન અને દુ:ખાવો થાય તો જેઠીમધનું ચૂર્ણ મોંમાં રાખી ચુસવાથી તરત આરામ મળે છે.
(અસ્વીકરણ: સલાહ સહિતની આ સામગ્રી માત્ર સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈ પણ રીતે યોગ્ય તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ વિગતો માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. ખબર ગુજરાત આ માહિતીની જવાબદારી સ્વીકારતું નથી.)