Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતકોરોનાબેડ ઓકયુપન્સી-ઓકિસજન-વેન્ટીલેટર સહિતની અપડેટેડ વિગતો વેબસાઇટ પર મૂકવી જરૂરી

કોરોનાબેડ ઓકયુપન્સી-ઓકિસજન-વેન્ટીલેટર સહિતની અપડેટેડ વિગતો વેબસાઇટ પર મૂકવી જરૂરી

વડીઅદાલતના નિર્દેશ પ્રમાણે આમ થઇ શકે તો, ખોટી અફવાઓ અને વાતો નિર્મૂળ થાય અને સમગ્ર વ્યવસ્થા પારદર્શી તથા ઝડપી બની શકે

- Advertisement -

જામનગર સહિત રાજયની કોરોના દર્દીઓ માટેની સરકારી-ખાનગી અને ટ્રસ્ટોની હોસ્પિટલોમાં છેલ્લામાં છેલ્લી સ્થિતિ શું છે? તેની વિગતો લોકોને માત્ર એક જ કલીકથી મળી જાય અને કોઇ અધિકારીઓને કે તબિબોને ફોન ન કરવો પડે તે માટે સરકારે આ તમામ વિગતો સાથેની અપડેટેડ વેબસાઇટ ચાલુ કરવી જોઇએ અને 24 કલાક આ વેબસાઇટ અપડેટ તથા મોનિટરીંગ થાય તે માટેની વ્યવસ્થા ગોઠવવી જોઇએ. આ પ્રકારનો નિર્દેશ રાજયની વડી અદાલતે ગુજરાત સરકારને ગઇકાલે શુક્રવારે આપ્યો છે.

- Advertisement -

કોરોના સારવાર કરતી તમામ હોસ્પિટલોમાં કુલ કેટલાં બેડ છે? કેટલાં બેડ ખાલી છે? કેટલાં બેડ પર દર્દીઓને ઓકિસજન આપવામાં આવી રહ્યું છે? કેટલાં દર્દીઓ વેન્ટિલેટર પર અને આઇસીયુમાં છે? કેટલાં દર્દીઓને થોડાં-થોડાં સમયના અંતરે અન્ય વ્યવસ્થાઓમાં, કઇ હોસ્પિટલમાં શિફટ કરવામાં આવી રહ્યા છે? કેટલાં દર્દીઓની સ્થિતિ ગંભીર અને અતિ ગંભીર છે? કયા બેડ નંબરના દર્દીનું મૃત્યુ કયારે થયું? શું કારણથી થયું? અને દર્દીઓને આપવામાં આવતી સારવારની જનરલ વિગતો, રેમડેસિવિર સહિતના ઇંજેકશનો અને દવાઓના સ્ટોક અને વપરાશની દૈનિક વિગતો સહિતની તમામ આવશ્યક વિગતો અને દર્દીઓના પરિવારજનોની ફરિયાદ અને ફરિયાદોના નિકાલની વ્યવસ્થા અને તમામ કોરોના હોસ્પિટલોના તેમજ કોવિડ કેર સેન્ટરના જરૂરી ફોન નં. સહિતની સંપૂર્ણ વિગતો આ વેબસાઇટ પર સતત અપડેટ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવે તો દર્દીઓના પરિવારજનોમાં તથા સામાન્ય નાગરિકોમાં કોઇ પ્રકારની ભયની સ્થિતિ ન ફેલાય અને તમામ લોકોને તથા મીડિયાને જરૂરી વિગતો ઉપલબ્ધ થતી રહે તેમજ સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા આવવાથી લોકોને શંકા-કુશંકાઓ કરવાનું કોઇ કારણ ન રહે તે માટે તમામ જિલ્લાના વહિવટી તંત્ર તથા આરોગ્ય સતાવાળાઓએ સંકલન કરીને આ પ્રકારની વેબસાઇટ ઓપરેટ કરવી જોઇએ.

તમામ શહેરોની માફક રાજય સરકારે પણ સમગ્ર રાજયની સ્થિતિ દર્શાવતી આ પ્રકારની અપડેટેડ વેબસાઇટ બને તેટલી ઝડપે શરૂ અને ઓપરેટ કરવી જોઇએ. ટેકનોલોજીના આ યુગમાં રેલ્વે અને શેરબજાર જેવા મોટા તંત્રોમાં તમામ વિગતો અપડેટેડ મળી શકે છે તે સ્થિતિમાં રાજયની કોરોના પરિસ્થિતિ સહિતની આરોગ્ય સેવાઓ અપડેટેડ શા માટે ન થઇ શકે?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular