Wednesday, March 18, 2026
Homeવિડિઓલાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા - VIDEO

લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે કમોસમી વરસાદ, ખેડૂતોમાં ચિંતા – VIDEO

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઉનાળાની વચ્ચે કમોસમી વરસાદ સાથે કરા પડતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. અપિયા, બબરજર, ટેભડા અને ગોવાણા સહિતના ગામોમાં ટૂંકા ગાળાના વરસાદી ઝાપટાં નોંધાયા હતા, જેમાં કેટલીક જગ્યાએ પવન સાથે કરા પણ પડ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.

- Advertisement -

ઉનાળાની સીઝનમાં આવા હવામાન બદલાવથી ખેતી પર સીધી અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે વરસાદ ટૂંકા સમય માટે રહ્યો હતો, તેમ છતાં કેટલાક વિસ્તારોમાં તેની અસર સ્પષ્ટ જોવા મળી છે. હાલ ખેડૂતો અને સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને આગામી દિવસોમાં હવામાન સ્થિર રહે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular