Sunday, December 22, 2024
Homeબિઝનેસઅભૂતપૂર્વ : શેરબજાર સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યું !

અભૂતપૂર્વ : શેરબજાર સાંજે પાંચ વાગ્યા સુધી ચાલુ રહ્યું !

આવુ શા માટે થયું ??? જાણો …

- Advertisement -

ભારતીય શેરમાર્કેટમાં આજે અભૂતપૂર્વ ઘટના ઘટી હતી. શેરબજારમાં ટ્રેડિંગ કરતા લોકો માટે આજનો દિવસ શ્વાસ થંભાવી દે તેવો રહ્યો હતો. વિશ્ર્વના પ્રતિષ્ઠિત એકચેન્જ પૈકીના એક નેશનલ સ્ટોક એકસચેન્જમાં આજે સવારે મોટી ટેકનીકલ ક્ષતિ સર્જાઇ હતી. જેને કારણે ટ્રેડિંગ ઠપ્પ થઇ જતાં બ્રોકરો તથા રોકાણકારોમાં બોકાસો બોલી ગયો હતો. બોપર સુધી ક્ષતિ દુર નહી થતાં ટ્રેડિંગનો સમય વધારવાની જોરદાર માંગણીઓ બાદ એનએસઇએ પહેલી વખત ટ્રેડિંગનો સમય વધારવાનો નિર્ણય કર્યો હતો. પરિણામ સ્વરૂપ ભારતીય શેરબજાર આજે સાંજે 5 વાગ્યા સુધી કાર્યરત રહ્યા હતા. દરમિયાન સેબીએ એનએસઇ પાસે ટ્રેડિંગ ઠપ્પ થવા માટે ખુલાસો માગ્યો છે. આગામી 48 કલાકમાં એનએસઇ દ્વારા આ અંગે સેબીને રિપોર્ટ આપવામાં આવશે. જો કે, નેશનલ સ્ટોક એકસચેન્જની આ ક્ષતિ રોકાણકારોને ફળી હતી. અને ડોઢ કલાકના નવા વધારાના ટ્રેડિંગ સેશનમાં ટ્રેડરો રીતસર તુટી પડ્યા હોય તેમ માત્ર 90 મીનીટના સેશનમાં જ સેન્સેકસમાં 1030 પોઇન્ટ નિફટીમાં 274 અને બેન્ક નિફટીમાં 1400 પોઇન્ટની તોતીંગ તેજી જોવા મળી હતી. અલબત આ તેજીનું કારણ આવતીકાલે થનારી ડેરી વેટીવ્ઝની મંથલી એકસપાઇરી હોવાનું માનવામાં આવે છે. આવતીકાલે ફેબ્રુઆરી સીરીઝનો અંતિમ દિવસ હોવાને કારણે ફ્યૂચર અને ઓપ્શનના ટ્રેડરોએ પોતાના સોદા સેટલ કરવા માટે ભારે પડાપડી કરી હતી. જેને કારણે માર્કેટએ રેકોર્ડ સમયમાં રેકોર્ડ તેજી હાંસલ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular