26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતો સહિત વિશ્ર્વભરના આતંકવાદના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે તારીખ 8 અને 9 સપ્ટેમ્બરના રોજ પ્રથમ યુએન ગ્લોબલ કોંગ્રેસ યોજાશે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસની અધ્યક્ષતામાં ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આતંકવાદના પીડિતોની સંયુક્ત રાષ્ટ્ર વૈશ્ર્વિક કોંગ્રેસનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોંગ્રેસ આતંકવાદનો ભોગ બનેલા લોકોને સામાજિક રીતે જોડાયેલા વાતાવરણમાં વ્યાપક સમાજમાં અનુભવો, પડકારો, તેમની સ્થિતિસ્થાપકતાની વાર્તાઓ અને યોગદાનની સીધી વહેંચણી કરવા માટે એક પ્લેટફોર્મ પૂરૂં પાડશે. યુનાઈટેડ નેશન્સ ખાતે ભારતે ટ્વિટ કર્યું, આવતીકાલથી આતંકવાદના પીડિતોની 1લી વૈશ્ર્વિક કોંગ્રેસ 8-9 સપ્ટેમ્બરના રોજ 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતો સહિત વિશ્ર્વભરના આતંકવાદના પીડિતોને શ્રદ્ધાંજલિ આપશે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, કોંગ્રેસના પ્રેક્ષકો સભ્ય દેશો અને નાગરિક સમાજ સંગઠનો દ્વારા કરવામાં આવતી સારી પ્રથાઓ વિશે શીખી શકશે. જયારે કોંગ્રેસએ સુનિશ્ચિત કરશે કે પીડિતોનો અવાજ સાંભળવામાં આવે અને તેમના અનુભવો તેમના પોતાના દેશો અને સરહદોની બહાર પહોંચે.
ગ્લોબલ કોંગ્રેસના ઉદઘાટનમાં ઉચ્ચ સ્તરીય સહભાગિતા જોવા મળશે, જેમાં યુએનના વડા ગુટેરેસ, કાઉન્ટર- ટેરરિઝમના અંડર-સેક્રેટરી-જનરલ વ્લાદિમીર વોરોન્કોવ, આતંકવાદના પીડિતોના મિત્રોના જૂથના સહ-અધ્યક્ષો, ઇરાકના રાજા, સ્પેન અને અન્ય વરિષ્ઠ યુએન અને આંતરરાષ્ટ્રીય સમુદાયના પ્રતિનિધિઓ સામેલ થશે.
વૈશ્ર્વિક કોંગ્રેસનો કાર્યક્રમ છ વ્યાપક વિષયોને આવરી લે છે જે આતંકવાદનો ભોગ બનેલા લોકોને આપવામાં આવેલા અધિકારો અને જરૂરિયાતોને પ્રતિબિંબિત કરે છે. આ વિષયોમાં ઓળખ અને સ્મરણ, સિચ્યુએશન એનાલિસિસ, આતંકવાદ અને આતંકવાદના પીડિતોની બદલાતી પ્રકૃત્તિ, આતંકવાદનો ભોગ બનેલા લોકોના અધિકારોનું રક્ષણ કરવું, પુનર્વસન, સહાય અને સમર્થન છે. આતંકવાદનો ભોગ બનેલા લોકોના અધિકારો અને જરૂરિયાતોને ચોક્કસ જરૂરિયાતો સાથે સંબોધિત કરવા અને આતંકવાદના પીડિતો માટે ન્યાય સુધી પહોંચવાની પણ પહેલ છે.