પ્રયાગરાજના સંગમ વિસ્તારમાં મકરસંક્રાંતીથી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ અખાડા શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ અખાડાઓ સાથે પધારેલા હઠયોગીઓએ મહાકુંભને શાન વધારી દીધી છે. આ હઠયોગીઓ તેમની અનન્ય તપસ્યા અને અસધારણ સાધના વડે ભકતો અને મુલાકાતીઓનું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે. કેટલાંક નવ વર્ષથી હાથ ઉંચા કરીને ઉભા છે જ્યારે કેટલાંક 11 વર્ષથી સતત ઉભા છે. કેટલાંક માથે 45 કિલો રૂદ્રાક્ષ ધારણ કરી રહ્યા છે તો કેટલાંક ઓકસીજન સિલીન્ડરની મદદથી તપસ્યામાં મગ્ન છે. મહાકુંભમાં આવેલા આ હઠયોગીઓની તપસ્યા અને નિશ્રાય ખરેખર આશ્ચર્યજનક છે.
મહાકાલગીરી અવધીશના હઠયોગના નવ વર્ષ પૂર્ણ થયા છે. તેમની સિધ્ધી 12 વર્ષની ઉંમરે પ્રાપ્ત થવાની છે. પરંતુ હવે તેઓ જીવનભર આ રીતે જ રહેશે. કા.કે. તેમણે નકકી કર્યુ છે કે હવે તેનો એક હાથ તેના ધર્મના ઝંડા જેવો જ રહેશે. તો આહવાન અખાડાના હઠયોગી ખડેશ્વર મહારાજની જીદ છે કે તેઓ પોતાની જીતને ઉભા રાખે છે. ધાર્મિક કલ્યાણ સાથે ઘણા વર્ષોથી ઉભા છે. પગ પણ સુજી ગયા છે અને પથરી જેવા થઈ ગયા છે. તો ઈન્દ્રગીરી એજ અખાડાથી છે જે કોરોના પછી શ્વાસ નથી લઇ શકતા ફેફસા ખરાબ થઈ ગયા હતાં. તો ઓક્સિજન સિલીન્ડર દ્વારા અખાડામાં બેઠા હતાં અને શાહી સ્નાન પણ કરશે તો વળી કોઇકે 45 કિલોનું રૂદ્રાક્ષ માથા પર ધારણ કર્યુ છે. આમ, આવા કેટલાય હઠયોગીથી આ મહાકુંભમાં પધારી રહ્યા છે.