Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોતાના જન્મદિવસે સર્જયો સેવાનો ત્રિવેણી સંગમ

ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોતાના જન્મદિવસે સર્જયો સેવાનો ત્રિવેણી સંગમ

કુપોષણથી સુપોષણ તરફ અંતર્ગત 251 બાળકો દત્તક લીધા : રક્તદાન કેમ્પમાં 365 બોટલ રક્ત એકત્ર કરાયું : કચરાના ખુલ્લા પોઇન્ટ નાબુદ કરવા સ્વચ્છતા અભિયાન

- Advertisement -

તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા તા. 14 જાન્યુઆરીના પોતાના જન્મદિવસે સેવાનો ત્રિવેણી સંગમ સર્જયો હતો. તેમના જન્મદિવસ નિમિત્તે તેમણે કુપોષણથી સુપોષણ અભિયાન અંતર્ગત 251 બાળકોને દત્તક લીધા હતાં. આ ઉપરાંત તેમના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા રકતદાન કેમ્પમા 365 બોટલ રક્ત એકત્ર કરી જી.જી. હોસ્પિટલને અર્પણ કરાયું હતુ. તેમજ તેમના મત વિસ્તારમાં કચરાના ખુલ્લા પોઇન્ટ નાબુદ કરવા સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું.

- Advertisement -

14 જાન્યુઆરી મકર સંકાંતિ આપણા શાસ્ત્રોમાં દાન પૃણ્ય કે સેવા કરવાનો સવિશેષ મહિમાં કલ્યો છે. 79 વિધાનસભાના યુવા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ-મકરસકાંતિ ર્પવના પોતાના જન્મ દિવસે સેવાનો એક અદ્દભૂત ત્રિવેણી સંગમ સર્જી આવનાર પ વર્ષની ધારાસભ્યની ટર્મ દરમિયાનની ઉડાનનો અહેસાસ સમાજ જીવનને કરાવ્યો હતો.
આંગણવાડીના 251 કુપોષીત બાળકોને દત્તલ કઇ સુપોષીત કરવાના નિર્ધાર સાથે એક વર્ષ માટે દવા- ખોસક-ટ્રીટમેન્ટ જે પણ હોય તે કરી છુટવાનો સંકલ્પ દ્રઢ નિર્ણય સાથે દવા પોષ્ટીક ખોરાકની કીટનું વિતરણ કર્યું – સાથો સાથ ભાજપા વોર્ડ નં. 8 પરિવાર તેમજ રણજીતનગર વેપારી મંડળના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરી 365 બોટલ લોહી જી. જી. હોસ્પિટલને અર્પણ કરી ખૂબ જ ઉપયોગી મહત્વની સેવા સમગ્ર સમાજ જીવન માટે કરી અને તે કાર્યમાં અનેક યુવાનોને જોડાયા. સાથો સાથ શહેરમાં પોતાના 99 મત વિસ્તારમાં જેટલા પણ કચના ખુલ્લા પોઇન્ટ છે તેનો નિકાલ કરી જરૂરી વ્યવસ્થા ગોઠવવાનું કાર્ય હાથ ધર્યું… નરેન્દ્રભાઇના સ્વચ્છતા અભિયાનમાં પોતાની જાતને જોડી કાર્ય હાથ ધર્યું હતું. સમાજ સેવા માધ્યમથી છેવાડાના માનવીની ચિંતાના ત્રિવેણી સંગમ કાર્યને પ્રોત્સાહિત કરવા યુવા ધારાસભ્યને જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા સમગ્ર મહાનગરમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સવારે યોજાયેલ કાર્યક્રમમાં સર્વ પ્રથમ સ્વાગત અભિવાદન કરતા યુવા ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે આ તો પાસેરામાં પહેલી પુણી છે. નરેન્દ્રભાઇ મોદીના જીવનમંત્ર સમા સૌનો સાથ સૌનો વિકાસ સુત્રને સાર્થક કરવા સમગ્ર સમાજ જીવનનો આટલો ઉમળકો-ઉત્સાહનું બળ મારા માટે પુરતું છે. હજુ પણ થણું કાર્ય કરવાનું છે. આજ પ્રકારે સહયોગ આપતા રહેશો તેવું આહ્વાન દિવ્યેશ અકબરીએ કર્યું હતું. તેમજ ઉપસ્થિત સર્વે અગ્રણીઓ-કાર્યકર્તાઓ- રક્તદાનના દાતાઓ-લાભાર્થીઓનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું હતું.

- Advertisement -

પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પૂર્વ કેબીનેટ મંત્રી આર. સી. ફળદુની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં સૌ પ્રથમ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવેલ, તેમજ મંચસ્થ મહાનુભાવોએ દિવ્યેશ અકબરીનું જન્મ દિવસે ફુલહારથી અભિવાદન કરવામાં આવેલ. ત્યાર બાદ મંચસ્થ સર્વે મહાનુભાવોના ઉદ્બોધવન આ ત્રિવેણી કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો અને બાળકોને કીટ વિતરણ કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા પૂર્વ મંત્રી આર. સી. ફળદુ, પૂર્વ રાજય મંત્રી ધર્મન્દ્રસિંહ જાડેજા, ધારાભ્ય રીવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઇ કગથરા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઇ મુંગરા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન મનિષ કટારિયા, ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, શહેર મહામંત્રી પ્રકાશભાઇ બાંભણીયા વિજયસિંહ જેઠવા, પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, પૂર્વ પ્રમુખ ગંગદાસભાઇ પટેલ, ફેક્ટરી ઓનર્સના લાખાભાઇ કેશવાલા, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન નંદીનીબેન દેસાઇ, પૂર્વ શહેર અધ્યક્ષો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો, મહાનગરના સર્વે કોર્પોરેટરો, શિક્ષણ સમિતિના હોદ્દેદારો-સભ્યો, શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારો, વોર્ડના પ્રભારીઓ, વિવિધ મોરચા સેલના પ્રમુખ મહામંત્રીઓ, વોર્ડ પ્રમુખ મહામંત્રીઓ, જામનગર શહેરની વિવિધ એન.જી.ઓ.ના હોદ્દેદારો, વિવિધ જ્ઞાતિઓના હોદ્દેદારો, આગેવાનો, પ્રિન્ટ મીડિયા ઇલેકટ્રોનીક મીડિયાના તંત્રીઓ-પત્રકારો, જામનગર મહાનગરપાલિકાની આંગણવાડીના કાર્યકર્તા બહેનો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોર્પોરેટર ગોપાલભાઇ સોરઠિયા દ્વારા કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular