રજૂ થયેલું બજેટ સમગ્ર રીતે ઉદ્યોગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને મજબૂત બનાવતું, દુરદર્શી અને વિકાસલક્ષી છે. ખાસ કરીને કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે રૂ. ૧૦,૦૦૦ કરોડના ફંડની જાહેરાત અને કોસ્ટલ કાર્ગો પ્રોત્સાહન યોજનાની શરૂઆત — આ બન્ને મહત્વપૂર્ણ નિર્ણયો અમારા નેશનલ શિપિંગ બોર્ડ ( એનએસબી) દ્વારા લાંબા સમયથી કરવામાં આવેલી મજબૂત રજૂઆત, નીતિગત સૂચનો અને ઉદ્યોગહિતમાં લેવાયેલા સતત પ્રયત્નોના સ્પષ્ટ પરિણામરૂપ છે.
આ ઉપરાંત, બજેટમાં MSME, રોજગાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વેપાર સુવિધાઓ જેવા અન્ય મહત્વપૂર્ણ વિષયો પર પણ સંતુલિત અને હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો છે, જે દેશના સર્વાંગી આર્થિક વિકાસને વેગ આપશે.
સરકારે ઉદ્યોગ સંગઠનોના સૂચનોને ગંભીરતાથી સ્વીકાર્યા છે, તે વિશ્વાસ અને સહયોગની ભાવનાને વધુ મજબૂત બનાવે છે
રાહુલ મોદી
MD- પુષ્પક લોજિસ્ટિક્સ
મેમ્બર-નેશનલ શિપિંગ બોર્ડ, ભારત સરકાર, MOPSW


