ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ અસર થઇ શકે તેવી શકયતાને લઇને ગુજરાત સરકાર શાળાઓ શરૂ કરવાની અવઢવમાં છે. સ્વાભાવિક રીતે જ છ વર્ષની નાના ભૂલકાઓ માટેની આંગણવાડી શરૂ થઇ શકે, તેમ છતાં ગુજરાત સરકારે 36.28 કરોડના ખર્ચે આંગણવાડીના બાળકો માટેના યુનિફોર્મ બનાવડાવીને વહેંચી દીધાં. ખાનગી કોન્ટ્રાકટ ધારકને ફાયદો થાય અને તેના નાણાં અટકી ન રહે તે માટે ફટાફટઆ નિર્ણય લેવાયો હોવાનું સરકારના સૂત્રો જણાવે છે. આ અંગે મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું કે ટેન્ડર કોરોનાકાળ પહેલાં અપાયો હોવાથી આ નિર્ણય લેવાયો છે.
છોકરા માટે રાખોડી ચડ્ડી, ચૂખરા કલરનું ચોકડીવાળું શર્ટ તથા છોકરીઓને રાખોડી રંગનું ફ્રોક, ભૂખરા રંગનું શર્ટ અપાશે, એક સેટની કિંમત રૂા.250 છે. 14 લાખ બાળકોના યુનિફોર્મની કુલ કિંમત 35 કરોડ જેટલી થાય.
સરકાર સામાજિક રીતે પછાત વર્ગના શાળાના વિદ્યાર્થીઓને દર વર્ષે ગણવેશ સહાય પેટે 600 રૂપિયા બેંક ખાતામાં જમા કરાવે છે, જે ગયાં વર્ષે શાળાઓ બંધ રહી હોવા છતાં ચૂકવાઇ હતી, પરંતુ આ વર્ષે ચૂકવાઇ નથી.
આંગણવાડીના બાળકોને યુનિફોર્મ: ગાંધીનગરનો રિપોર્ટ આ અંગે શું જણાવે છે?
ગઇકાલે મંગળવારે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ રાજયભરમાં યોજવામાં આવ્યો હતો