મીઠાપુરથી આશરે ચાર કિલોમીટર દૂર આરંભડા ગામે આવેલા એક ધાબા પાસે પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ટ્રકના ચાલકે આ માર્ગ પર રહેલા આશરે 65 વર્ષના અસ્થિર મગજના અજાણ્યા ભિક્ષુક મહિલાને અડફેટે લેતા તેણીને શરીરના જુદા જુદા ભાગોમાં જીવલેણ ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે લખમણભા માણેકની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે અજાણ્યા ટ્રકના ચાલક સામે આઈપીસી કલમ 279, 304 (અ), 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.