Monday, December 23, 2024
Homeરાજ્યબેકાબુ ટ્રક ઝુંપડાઓ પર ફરી વળ્યો, 2 બાળકો સહીત 8 લોકોના દર્દનાક...

બેકાબુ ટ્રક ઝુંપડાઓ પર ફરી વળ્યો, 2 બાળકો સહીત 8 લોકોના દર્દનાક મોત

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રત્યેક મૃતકોના પરિવારને 4લાખની સહાયની જાહેરાત કરી

- Advertisement -

અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક મોદી રાત્રે સર્જાયેલ દુઃખદ ઘટનામાં 8લોકોના દર્દનાક મૃત્યુ નીપજ્યા છે. રાત્રીના 3 વાગ્યા આસપાસ એક બેકાબુ ટ્રક ઝુંપડાઓમાં ઘુસી જતા આ અક્સ્માત સર્જાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાને લઇને સીએમ રૂપાણીએ શોક વ્યક્ત કર્યો છે. અને મૃતકોના પરીવારજનોને 4-4લાખની સહાયની જાહેરાત કરી છે.

- Advertisement -

મહુવા તરફ જઈ રહેલી ટ્રકના ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં રોડની સાઈડમાં આવેલ ઝુંપડાઓ ઉપર ટ્રક ફરી વળ્યો હતો. જે બાદ આ ટ્રક ખાડામાં ઉતરી ગયો હતો. અને ગંભીર અક્સ્માતમાં ઝુંપડામાં સુતેલા બે બાળકો સહીત 8લોકોના દર્દનાક મૃત્યુ થયા છે. તેમજ બે બાળકો સહીત 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના ટ્વીટમાં કહ્યુ- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ.. ઉપરાંત અન્ય ટ્વીટમાં તેઓએ કહ્યું છે કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર 4 લાખની સહાય આપશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular