Thursday, April 2, 2026
Homeરાજ્યહાલારકલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતું ખનીજ ખનન ઝડપાયું

કલ્યાણપુરના દરિયા કિનારેથી અનધિકૃત રીતે થતું ખનીજ ખનન ઝડપાયું

દરિયાઈ રેતી ભરેલા 10 ટ્રેક્ટર કબજે

કલ્યાણપુરના ભોગાત ગામ નજીકથી ગેરકાયદેસર ખનીજ ખનનના 10 ટ્રેકટર કબ્જે કરી ખાણખનીજ વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ કલ્યાણપુર વિસ્તારમાં ખનીજ ચોરી સામે કડક હાથે કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ કલ્યાણપુરના ઇન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા તેમજ તેમની ટીમ દ્વારા બુધવારે સાંજે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામને ગૌશાળા પાસે કાચા રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે રેતી ભરેલા ટ્રેક્ટર નીકળતા હોવાની બાતમીના આધારે કલ્યાણપુર પોલીસે કાર્યવાહી કરી અને ગેરકાયદેસર રીતે દરિયાઈ રેતી ભરેલા 10 ટ્રેક્ટર કબજે કરી, એમ.વી. એક્ટની કલમ 207 મુજબ ડીટેઈન અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ દરિયાઈ રેતી સંદર્ભેની આગળની કાર્યવાહી કરવા દેવભૂમિ દ્વારકા જિલ્લા ખાણ ખનીજ વિભાગના ભૂસ્તરશાસ્ત્રીને ધોરણસરની જાણ કરવામાં આવી છે.

- Advertisement -

આ જુદા જુદા દસ ટ્રેક્ટરના ચાલક રામશી મશરી ભાટીયા, દિનેશ કરસન રાઠોડ, પ્રવીણ દેવાણંદ રૂડાચ, ધર્મેશ ઘેલુ ચેતરીયા, સવદાસ અરજણ ચેતરીયા, ભીખુ સવદાસ કંડોરીયા, કરણ હમીર કંડોરીયા, હરજુગ રાણા લુણા, ભીમા રામ ભાચકન અને દિનેશ લખમણ લુણા હોવાનું અને આ તમામ 10 ચાલક ભોગાત ગામના રહીશ હોવાનું જાહેર કર્યું છે.
આ સમગ્ર કાર્યવાહી કલ્યાણપુરના ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. સવસેટા, હેડ કોન્સ્ટેબલ એલ.ડી. કારાવદરા, ડી.કે. માડમ, એન.બી. આંબલીયા,

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular