જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતી એક પરણીતા ગર્ભવતી હોય અને છેલ્લા 7 દિવસથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોય જે આજ સુધી પરત ન મળતા પોલીસ દફતરમાં જાણ કરવામાં આવી છે. અન્ય બનાવ જેમાં લાલપુર તાલુકાના જોગવડ પાટીયા પાસે રહેતી યુવતી 9 દિવસથી પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જતા ન મળી આવતા તેના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે બન્નેની તપાસ હાથ ધરી છે.
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામે રહેતા દશરથભાઈ કાંતિભાઈ ગોહેલ (ઉ.વ.20) નામના યુવકની પત્ની ભાવનાબેન દશરથભાઈ ગોહેલ ગર્ભવતી હોય અને ગત તા.5-2-2021ના રોજ રાત્રે 1:30 વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી ક્યાંક જતી રહી હોય અને આજુબાજુમાં તથા સગાસબંધીઓને ત્યાં તપાસ કરતા તેણી ક્યાયથી ન મળી આવતા તેના પતિ દશરથભાઈએ લાલપુર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના જોગવડ પાટિયા પાસ રહેતા હેંમતભાઈ ડાયાભાઈ લાઠીયા નામના વ્યક્તીની દીકરી મેઘનાબેન લાઠીયા (ઉ.વ.19) પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ગત તા.3-2-2021ના રોજ વહેલી સવારે પાંચ વાગ્યે ક્યાંક ચાલી ગઈ હોય અને તેની તપાસ કરતા ક્યાયથી તેણી મળી ન આવતા મેઘપર પોલીસ દફતરમાં જાણ કરવામાં આવી છે. મેઘનાબેન મધ્યમ બાંધો અને ઘઉંવર્ણ તેમજ ઘરેથી નીકળેલ ત્યારે લાલ કલરનો ડ્રેસ પહેરેલ હોય અને ઉંચાઈ આશરે 5.5ફૂટની છે. જે અંગે કોઈને પણ જાણ થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા મેઘપર પોલીસ દફતર દ્રારા જણાવવામાં આવ્યું છે.