Saturday, February 21, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી દારૂના ચપલા સાથે બે વેપારીઓ ઝડપાયા

જામનગરમાંથી દારૂના ચપલા સાથે બે વેપારીઓ ઝડપાયા

ગોકુલનગર વિસ્તારમાંથી પોલીસે દબોચ્યા : કારમાંથી ચાર ચપલા મળી આવ્યા

જામનગર શહેરના ગોકુલનગર, જકાતનાકા પાસેના રોડ પરથી પસાર થતી આઇ 20 કારને રોકાવી પોલીસે તલાશી લેતાં તેમાંથી દારૂના ચાર ચપલા મળી આવતાં પોલીસે બે શખ્સોની ધરપકડ કરી હતી.

- Advertisement -

દારૂના દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર, જકાતનાકા પાસે આવેલા પટેલ એસ્ટેટ નજીકના રોડ પરથી પસાર થતી જીજે03 એચકે 1532 નંબરની આઇ 20 કારને સિટી ‘સી’ ડિવિઝન પોલીસે આંતરીને તલાશી લેતાં તેમાંથી રૂા. 1200ની કિંમતના ચાર નંગ ઇંગ્લીશ દારૂના ચપલા મળી આવતાં પોલીસે અજય કાંતિ વારા નામના જામનગરના ક્ધસ્ટ્રકશનના વ્યવસાયી અને દ્વારકાના કલ્યાણપુર તાલુકાના હર્ષદ ગાંધવી ગામના વેપારી હસમુખ જેન્તીગર રામદત્તી નામના બે શખ્સોને રૂા. 3 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો મળી કુલ રૂા. 3,01,200ના મુદામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular