Monday, December 23, 2024
Homeરાજ્યનાની ખાવડી ગામમાંથી ચોરાઉ બાઈક સાથે બે તસ્કર ઝબ્બે

નાની ખાવડી ગામમાંથી ચોરાઉ બાઈક સાથે બે તસ્કર ઝબ્બે

સીક્કા પોલીસે 40 હજારની બે બાઇક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

- Advertisement -

જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાંથી પસાર થતાં બાઈકસવારને આંતરીને પૂછપરછ કરતા બે શખ્સો પાસેથી પોલીસે બે ચોરાઉ બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના નાની ખાવડી ગામમાંથી ચોરાઉ બાઈક સાથે બે શખ્સો પસાર થવાની પો.કો.હરદેવસિંહ જાડેજા અને જયદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી ડીવાયએસપી કૃણાલ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી. પરમાર, હેકો યુવરાજસિંહ ગોહિલ તથા પો.કો. હરદેવસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી પસાર થતા જિતેશગર ગુલાબગર ગોસાઈ અને રામા ઉર્ફે રામલો શિવા પાટડિયા નામના બે શખ્સોને આંતરીને પૂછપરછ કરતા તેમની પાસેથી બન્ને બાઈક જામનગર તાલુકાના દડિયા ગામમાંથી જુદાં જુદાં સમયે ચોરી કરી હોવાનું ખૂલ્યુ હતું. જેથી પોલીસે રૂા.40 હજારની કિંમતની બે ચોરાઉ બાઈક કબ્જે કરી બન્ને શખ્સોની વધુ પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular