જામજોધપુર-અમરાપર રોડ પર આવેલા પરડવા ગામની સીમ નજીકથી એલસીબીની ટીમે ટાટા 407 ને આંતરીને તલાશી લેતા તેમાંથી રૂા.4.90 લાખની કિંમતના ઇંગ્લીશ દારૂના પાઉચ અને 10,000 ની કિંમતના બે મોબાઇલ અને વાહન સહિત કુલ રૂા.12 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ પૂછપરછ આરંભી હતી.
દરોડાની વિગત મુજબ જામજોધપુર-અમરાપર રોડ પર પરડવા ગામની સીમના રોડ પરથી વાહનમાં દારૂનો જથ્થો પસાર થવાની હે.કો. અશોક સોલંકી, ધાના મોરી, પો.કો. કિશોર પરમારને મળેલી સંયુક્ત બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ આર.એ.કરમટા, એસ.પી. ગોહિલ તથા સ્ટાફના એએસઆઈ માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ તથા પોલીસ હેકો નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા તથા પોકો ફીરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર સહિતનાએ પરડવામાં વોચ ગોઠવી હતી.
દરમ્યાન બાતમી મુજબની જીજે14 એક્સ 8778 નંબરની ટાટા 407 વાહનને આંતરીને તલાશી લેતા તેમાંથી રૂા.4,90,560 ની કિંમતના ઇંગ્લીશ દારૂના 7008 નંગ પાઉચ મળી આવ્યા હતાં. જેથી એલસીબીની ટીમે જૂનાગઢના મુખારખ ગુલામ સાંધ અને પોરબંદરના મેરામ ભુદા રાડા નામના બે શખ્સોને ઝડપી લઇ 10,000 ની કિંમતના 2 મોબાઇલ અને 7 લાખની કિંમતનું ટાટા 407 વાહન તેમજ રૂા.4.90 લાખની કિંમતના દારૂના પાઉચ મળી કુલ રૂા.12,00,560 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતાં દારૂનું સપ્લાયર જૂનાગઢના ધીરેન કારિયા નામના શખ્સ દ્વારા કરવામાં આવ્યું હોવાનું ખુલતા એલસીબીએ ધીરેનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.