Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાંથી 1500 બોટલ દારૂ અને ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા

જામનગરમાંથી 1500 બોટલ દારૂ અને ટ્રક સાથે બે શખ્સ ઝડપાયા

પ્લાસ્ટિકના બાંચકાઓ પાછળ સંતાડી દારૂનો જથ્થો શહેરમાં ઘૂસાડાયો : 20 લાખના પ્લાસ્ટિકના બાંચકા અને ટ્રક તથા દારૂ સહિત રૂા.37.63 લાખનો મુદ્દામાલ કબ્જે : દમણના સપ્લાયર સહિત ચાર શખ્સોની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં બેરોકટોક આવી રહેલા દારૂના જથ્થાને ઝડપી લેવા પોલીસે કમરકસી છે. ત્યારે હાલમાં જ લૈયારામાંથી દારૂનો વિશાળ જથ્થો ઝડપાયા બાદ જામનગર શહેરના ગુલાબનગર પાસેથી પસાર થતા ટ્રકને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.7,50,000 ની કિંમતની 1500 બોટલ દારૂ અને રૂા.10 લાખની કિંમતનો ટ્રક તેમજ 20 લાખની કિંમતના પ્લાસ્ટિકના બાંચકા સહિત રૂા.37.63 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઇ પોલીસે તપાસ આરંભી હતી.

દારૂના દરોડાની વિગત મુજબ, હાલમાં જ ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમમાંથી પ્લાસ્ટિકના બાંચકાઓ વચ્ચે સંતાડીને મંગાવેલો દારૂનો વિશાળ જથ્થો ઝડપાયાના થોડા દિવસો બાદ જ જામનગર શહેરના ગુલાબનગર જુના જનકાતનાકા પાસેથી દારૂ ભરેલો ટ્રક પસાર થવાની પોકો કિશોર પરમાર, હેકો શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ફૈઝલ ચાવડાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એએસપી નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.જે. ભોયે તથા પીએસઆઈ વાય.બી.રાણા તથા એએેસઆઈ બશીરભાઈ મુંદ્રાક, હેકો શોભરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, મુકેશસિંહ રાણા, રવિન્દ્રસિંહ જાડેજા, ફૈઝલભાઈ ચાવડા, જગદીશભાઈ મકવાણા, પો.કો. શિવભદ્રસિંહ જાડેજા, કિશોરભાઇ પરમાર, હરદીપભાઈ બારડ, દેવેનભાઈ ત્રિવેદી, મનહરસિંહ જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન પસાર થતા બાતમી મુજબના જીજે-10-ટીવી-8030 નંબરનો ટ્રક પસાર થતા પોલીસે ટ્રકને આંતરી લીધો હતો.
ત્યારબાદ પોલીસે ટ્રકની તલાસી લેતા પ્લાસ્ટિકના બાંચકાઓ પાછળ સંતાડેલ રૂા.7,50,000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની 1500 બોટલો મળી આવી હતી. તેથી પોલીસે ધર્મેશ ઉર્ફે ધમો દિલીપ ગોહિલ અને ઈમરાન ઈકબાલ શેખ નામના બે શખ્સોને ઝડપી લઇ રૂા. 10 લાખની કિંમતનો ટ્રક તથા રૂા.20,09,375 ની કિંમતના પ્લાસ્ટિકના બાંચકા તથા રૂા.4000 ની કિંમતના બે મોબાઇલ સહિત રૂા. 37,63,375 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ બન્નેની પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો મૂળ જામનગરના અને દમણના ફૈઝલ અબ્દુલ આમરોણીયાએ સપ્લાય કર્યો હોવાનું અને ખંભાળિયાના દિગુભા જાડેજા તથા જામનગરના રમીઝ મામદ ગોરી તથા સબલો ગજિયા (વાઘેર) નામના શખ્સોએ મંગાવ્યો હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે બન્ને શખ્સોની પૂછપરછ હાથ ધરી સપ્લાયર તથા દારૂ મંગાવનાર ચાર શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular