Saturday, December 28, 2024
Homeરાજ્યસીક્કામાંથી વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સ ઝડપાયા

સીક્કામાંથી વર્લીમટકાના આંકડા લખતા બે શખ્સ ઝડપાયા

રૂા.14,660 નો મુદ્દામાલ કબ્જે : ત્રણ શખ્સોની સંડોવણી ખુલ્લી

- Advertisement -

જામનગર તાલુકાના સીકકા ગામમાં ભગવતી સોસાયટીમાં જાહેરમાં મોબાઇલ ફોન ઉપર વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા બે શખ્સોને પોલીસે રેઈડ દરમિયાન રૂા.14,660 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં ભગવતી સોસાયટીમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખતા હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન હુશેન ઉર્ફે કારો આમદ ભાયા અને અનવર મામદ સુંભણિયા નામના બે શખ્સોને રૂા.4,660 ની રોકડ રકમ અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.14,660 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા પારસ મિસ્ત્રી (ગોકુલપુરી) મો.83207 93132, ઓસમાણ અલવાણી મો.8347961230 અને આમદ હાસમ સુંભણિયા મો.90672 72986 નામના ત્રણ શખ્સોની સંડોવણી ખુલતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular