જામનગર એસઓજી દ્વારા દરેડમાં આવેલ એક ગોડાઉનમાંથી બે શખ્સોને શંકાસ્પદ 17070 કિલો ચોખાના જથ્થા સાથે ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, દરેડ જીઆઈડીસી ફેસ-3 શિવ કોમ્પલેક્ષ શિવ વેબ્રીજની પાછળ આવેલ ગોડાઉનમાં બે શખ્સો એ શંકાસ્પદ રીતે ચોખાનો જથ્થો રાખ્યો હોવાની એસઓજીના શોભરાજસિંહ જાડેજા, રાજેશભાઈ મકવાણાને બાતમી મળી હતી. જેના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને જામનગર એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ એ.એસ. ગરચરના માર્ગદર્શન હેઠળ એસઓજીના સ્ટાફે બાતમી વાળી જગ્યાએ રેઈડ દરમિયાન મયંક અશોક સોજીત્રા તથા વૈભવ મનસુખ પાનસુરિયા નામના બે શખ્સો પાસેથી કુલ રૂા.3,41,400 ની કિંમતના કુલ 317 ચોખા ભરેલા બાચકા જેનો કુલ વજન 17070 કિલો નો મુદ્દામાલ કોઇ બિલ કે આધાર વગર મળી આવતા તમામ મુદ્દામાલ આરોપીઓએ ચોરી કેે છળકપટ થી મેળવેલ હોવાનું જણાતા બન્ને શખ્સો પાસેથી મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબ્જે કરી બન્ને શખ્સો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


