આ અંગેની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરમાં જોગસપાર્ક પાસેથી કારમા દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાની મળેલી બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની કાર પસાર થતા આંતરીને તલાસી લેતા કારમાંથી રૂા.26000 ની કિંમતની 65 બોટલ ઈંગ્લીશ દારૂ અને 10000 ની કિંમતના બે મોબાઇલ મળી આવતા એલસીબીએ સાગર ઉર્ફે સાગરો હંસરાજ ચાન્દ્રા અને રાજેશ ઉર્ફે રાજ જગદીશચંદ્ર લખીયાર નામના બે શખ્સોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં દારૂનો જથ્થો સંજય ઉર્ફે મેનો દ્વારા સપ્લાય કરાયો હોવાનું ખુલતા એલસીબીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ત્રણ લાખની કાર મળી કુલ રૂા.3,36,000 ના મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાંથી દારૂનો જથ્થો હોવાની સિટી એ ડીવીઝનના પો.કો. વિક્રમસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, મહેન્દ્રભાઈ પરમાર, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસે સાધના કોલોની રૂમ નં.3889 માં બીપીન સોમા ચાવડાના મકાનમાં રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.11000 ની કિંમતની 550 લીટર દેશી દરૂ અને રૂા.15000 ની કિંમતની 30 બોટલ ઈંગ્લીશ દારૂ સહિત કુલ રૂા.26000 નો મુદ્દામાલ મળી આવતા પોલીસે વિપુલ ઉર્ફે લાંબો મહેન્દ્ર જોશી નામના શખ્સને ઝડપી લીધો હતો. તેમજ બિપીન સોમા ચાવડા અને હિતેશ ઉર્ફે સાકીડો સોમા ચાવડા નામના બે શખ્સો નાશી ગયા હોય પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી તપાસ આરંભી હતી.