જામનગર શહેરના ગોકુલનગર પાસેના વિજયનગરમાં રહેતા શખ્સના મકાનમાંથી સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતાં રૂા. 13000ની કિંમતની 26 બોટલ દારુ સાથે શખ્સને ઝડપી લીધો હતો. ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી ગામમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે 18 નંગ દારુના ચપટા સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના ગોકુલનગરમાં આવેલા વિજયનગર વિસ્તારમાં રહેતાં હમિર ભીખા ચુડાસમા નામના માલધારી શખ્સના મકાનમાંથી સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતાં રૂા. 13000ની કિંમતની ઇંગ્લીશ દારુની 26 બોટલ મળી આવતાં હમીરની અટકાયત કરી પૂછપરછ હાથ ધરતાં દારુનો જથ્થો જુનાગઢના ભાયા ઉર્ફે પ્રવિણ નામના શખ્સે સપ્લાય કર્યો હોવાની કેફિયત આપતાં પોલીસે બંને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો ધ્રોલ તાલુકાના જાલિયાદેવાણી ગામમાં રહેતાં રામશી ઉર્ફે હકુભા બહાદુરસિંહ જાડેજાના મકાનમાંથી ધ્રોલ પોલીસે રેઇડ દરમિયાન તલાસી લેતાં રૂા. 1800ની કિંમતના 18 નંગ ઇંગ્લીશ દારુના નાના ચપટા મળી આવતાં રામશીની ધરપકડ કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.