જામનગર શહેરના એસટી ડેપો રોડ પર ઓશવાળ હોસ્પિટલ નજીકથી પસાર થતા એકટીવા સવાર બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમની પાસેથી દારૂની બે બોટલો મળી આવતા રૂા.51000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં એસ.ટી. ડેપો રોડ પર આવેલી ઓશવાળ હોસ્પિટલ નજીકથી પસાર થતા જીજે-10-ડીએફ-6402 નંબરના એકટીવા સવારને સીટી એ ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા હિતેશ ભરત રાઠોડ, નરશી અરજણ ડાભી નામના બે શખ્સોના કબ્જામાંથી રૂા.1000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની બે બોટલો મળી આવતા પોલીસે રૂા.50000 ની કિંમતનું એકટીવા અને દારૂ મળી કુલ રૂા.51000 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ પૂછપરછ હાથ ધરી હતી.