Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ઠેબા ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે બે શખ્સો ઝડપાયા

જામનગરમાં ઠેબા ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે બે શખ્સો ઝડપાયા

સિટી એ ડિવિઝન પોલીસે રૂા.40 હજારની કિંમતનું બાઈક કબ્જે કર્યું : બન્ને શખ્સોની પૂછપરછ આરંભી

- Advertisement -

જામનગર શહેરમાં ઠેબા ચોકડી પાસેથી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વાહનચોરીના ગુનામાં ચોરાઉ બાઈક સાથે બે શખ્સોને સિટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઇ વધુ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર નજીક આવેલી ઠેબા ચોકડીથી શહેર તરફ વાહનચોરીમાં સંડોવાયેલો શખ્સ પસાર થવાનો હોવાની સિટી એ ડિવિઝનના યોગેન્દ્રસિંહ સોઢા, રવિ શર્મા અને રૂષિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફે ઠેબા ચોકડી પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન જીજે-10-ડીડી-7547 નંબરના બાઈક પર પસાર થતા બે શખ્સોને આંતરી લીધા હતાં.

પોલીસે શાહરૂખ ઉર્ફે જાવેદ રહીમ ચાવડા (રહે. આરંભડા, મીઠાપુર) અને અસલમ ઉર્ફે અસરફ ભીખુ ખુરેશી (રહે. સુરજકરાડી, મીઠાપુર) નામના બન્ને શખ્સોની પૂછપરછ કરતા તેમની પાસે રહેલું રૂા.40 હજારની કિંમતનું બાઈક ચોરાઉ બાઈક કબ્જે કરી બન્નેની પૂછપરછ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular