જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી ચોરી કરેલી બાઇક સાથે પસાર થતાં બે શખ્સોને એસઓજીની ટીમે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના મેઘપર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી જીજે.10.બીએલ.8262 નંબરનું રૂા.60 હજારની કિમતનું બાઇક ચોરાયું હતું. આ ચોરાઉ બાઇક સાથે બે શખ્સો જામનગર શહેરમાંથી પસાર થવાના હોવાની એસઓજીના રવિ બુજડ, હિતેષ ચાવડા, હર્ષદ ડોરિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ગઢવી તથા સ્ટાફે બાઇક સવારને આંતરીને પૂછપરછ કરતાં બાઇક ચોરાઉ હોવાનું ખુલ્યું હતું. એસઓજીની ટીમે મહેબુબ ઉર્ફે ડાડલો જુનસ સુંભણીયા (રહે.વાંડીનાર) અને દેવજી ચંદુ જોશી (રહે.સીક્કા) નામના બે શખ્સોને રૂા.60 હજારના ચોરાઉ બાઇક સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.