જામનગર-ખંભાળિયા માર્ગ પર રોડ પર સમર્પણ સર્કલ નજીકથી પસાર થતી કારને આંતરીને તલાસી લેતા દારૂની 156 બોટલો મળી આવતા પોલીસે દ્વારકા જિલ્લાના બે શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં ખંભાળિયા રોડ તરફથી કારમાં દારૂનો જથ્થો આવવાની પો.કો. યુવરાજસિંહ ઝાલા અને મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે ઈન્ચાર્જ પીઆઈ એમ.જે. જલુ તથા સ્ટાફે પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા હેકો ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેશભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા, પો.કો. યુવરાજસિંહ ઝાલા, ફિરોજભાઈ ખફી, વિજયભાઈ કારેણા, પ્રદિપસિંહ રાણા, મહેન્દ્રસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, રવિભાઈ શર્મા વગેરેએ સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી મુજબની અર્ટીકા કાર પસાર થતા આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.78 હજારની કિંમતની દારૂની 156 બોટલ મળી આવતા પોલીસે રમેશ ઉર્ફે રાહુલ ગોપાલ ધારાણી (રહે. લલીયા, જિ. દેવભૂમિ દ્વારકા), રવિ ઉર્ફે તેજશ અશોક ઘેડીયા (ખંભાળિયા, જી. દેવભૂમિ દ્વારકા) નામના બે શખ્સોને દારૂનો જથ્થો અને રૂા.3 લાખની કાર તેમજ રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ સહિત રૂા.388000 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારૂના જથ્થાને ખંભાળિયાના વિમલ ગઢવીની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે વિમલની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.
જામનગરમાં સમર્પણ સર્કલ નજીકથી દારૂના જથ્થા સાથે બે શખ્સ ઝડપાયા
રૂા.78,000 ની કિંમતનો દારૂ અને કાર મળી કુલ રૂા.3.88 લાખનો મુદ્દામાલ કબ્જે : વધુ એક શખ્સની સંડોવણી ખુલ્લી