જામનગરના એકડેએક બાપુની દરગાહ પાસેથી પોલીસે એક શખ્સને ગેરકાયદેસર રીફીલીંગ કરતા ઝડપી લઇ ગેસના બાટલા સહિત કુલ રૂા.9500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જામનગરના દરેડ મસીતિયા રોડ પરથી પોલીસે એક શખ્સને રૂા.7000 ની કિંમતના ગેસના બાટલા સહિતના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના એકડેએક બાપુની દરગાહ પાસેથી વસીલા ચોકમાં એક શખ્સ જાહેરમાં આગ અથવા સળગી ઉઠે તે રીતે માણસોની જીંદગી જોખમાય તેમ ગેરકાયદેસર ગેસના બાટલા રીફીલીંગ કરતો હોવાની બાતમીના આધારે સિટી બી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન હુશેન ઈસ્માઇલ આરબ નામના શખ્સને ગેરકાયદેસરી રીતે ગેસ રીફીલીંગ કરતો ઝડપી લઇ ગેસના ખાલી મોટા બાટલા બે નંગ તથા એક નંગ નાનો બાટલો, બે નંગ ભરેલા બાટલા, એક પ્લાસ્ટિકની પાઇપ, રેગ્યુલેટર તથા નોઝર ફીટ કરેલી હોય કુલ રૂા.9500 ની કિંમતનો મુદ્દામા કબ્જે કર્યો હતો.
બીજો દરોડો, જામનગરના દરેડ મસીતિયા રોડ પર બજર્ન્ગાફાર્મની બાજુમાંથી પંચકોશી બી ડીવીઝન પોલીસે સજર બાબુ સીદીકી નામના શખ્સને જાહેરમાં આગ તથા સળગી ઉઠે તે રીતે માણસોની જીંદગી જોખમાય તેમ ગેરકાયદેસર ગેસના ભરેલ બાટલામાંથી ખાલી બાટલામાં ગેસનું રીફીલીંગ કરતા ઝડપી લીધો હતો અને એક નંગ ગેસનો ભરેલો બાટલો, એક નંગ ગેસનો અડધો ભરેલો બાટલો, એક નંગ ખાલી બાટલો, પ્લાસ્ટિક પાઈપ, રેગ્યુલેટર, લોખંડની નોઝલ, ઇલેકટ્રીક વજન કાંટો સહિત કુલ રૂા.7000 ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.