Tuesday, December 24, 2024
Homeરાજ્યહાલારદ્વારકામાં આઈ.પી.એલ. ઉપર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

દ્વારકામાં આઈ.પી.એલ. ઉપર સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા

- Advertisement -

દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા જુગાર સામે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલની સૂચના તથા માર્ગદર્શન હેઠળ દ્વારકા વિસ્તારમાં આઈ.પી.એલ. ક્રિકેટ મેચ પર જુગાર રમતા હોવાની બાતમી એલસીબીના હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળતા પોલીસે રેલવે સ્ટેશન રોડ પર આવેલી એક હોટલ નજીકથી દ્વારકાના રેલવે સ્ટેશન કોલોની ખાતે રહેતા જયેશ રમેશભાઈ ચૌહાણ (ઉ.વ. 28) અને નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા અભય ભુપતભા માણેક (ઉ.વ. 21) નામના બે શખ્સોને ઝડપી લઇ, તેની સામે આઈ.પી.એલ. ક્રિકેટ પર ઓનલાઈન આઈ-ડી ઉપર રનફેર તથા હારજીતના સોદાઓ કરી અને ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.

- Advertisement -

પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા 15,600 રોકડા તથા રૂપિયા 25,500 ની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 41,100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ પ્રકરણમાં નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા હિતેન્દ્રસિંહ સુરેન્દ્રસિંહ કેર નામના શખ્સનું પણ નામ હોવાનું ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી, તેની શોધખોળ હાથ ધરી છે. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે દ્વારકા પોલીસ મથકમાં જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ કામગીરી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી અને એસ.વી. ગળચર તેમજ એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, કુલદીપસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, નરસીભાઈ સોનગરા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular