જામનગર શહેરમાં તળાવની પાળે ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા બે શખ્સોને રૂા.11,300 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં તળાવની પાળ જિલ્લા લાઈબ્રૅરી પાસે જાહેરમાં જૂગાર રમતા હોવાની પો.કો.ખોડુભા જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફે રેઈડ દરમિયાન અશોક ઉર્ફે ઢોલકી બચુભાઈ હરવળા, ભાવેશ પ્રકાશ મુંગરા નામના બે શખ્સોને રૂા.11300 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.