જામનગર શહેરનાં ગોકુલનગર વિસ્તારમાં રહેતા શખ્સના મકાનમાંથી પોલીસે રેઇડ દરમિયાન રૂા.36 હજારની કિંમતની 72 બોટલો દારૂ સાથે બે શખ્સોને ઝડપી લઇ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર શેરી નં.6 માં રહેણાંંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીએસઆઈ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા પ્રકાશ ઉર્ફે વિજય લાખા મકવાણા નામના શખ્સના મકાનમાંથી રૂા.36 હજારની કિંમતની 72 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે પ્રકાશ અને કેયુર ઉર્ફે કયલો ગીરીશ ડોબરીયાના નામના બન્ને શખ્સોને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો દિ.પ્લોટ 58 માં રહેતાં જીગો ઉર્ફે રહીશ દ્વારા સપ્લાય કર્યો હોવાનું ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી દારૂનો જથ્થો આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર તાલુકાના ફલ્લા ગામ નજીક આવેલી હોટલ પાસેથી પસાર થતા નાથા હીરા સાગઠીયા નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની દારૂની બોટલ મળી આવતા અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.