જામનગર શહેરના મચ્છીમાર્કેટ ધણશેરીમાંથી પોલીસે બે શખ્સોને આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.4000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની આઠ બોટલ મળી આવતા સપ્લાયર સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ધરારનગર આવાસ પાસે રહેણાંક મકાનમાંથી તલાસી લેતા રૂા.6800 ની કિંમતની 17 બોટ દારૂ મળી આવતા બુટલેગરની શોધખોળ આરંભી હતી.
દારૂના દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના મચ્છીમાર્કેટ ધણશેરીમાંથી પસાર થતા એરફોર્સમાં નોકરી કરતા કૌશલકુમાર પદમશી શર્મા, દેવેન ચંદ્રકાંત ગોકાણી નામના બે શખ્સોને પીએસઆઇ ડી.બી. લાખણોત્રા તથા સ્ટાફે આંતરીને તલાસી લેતા તેમના કબ્જામાંથી રૂા.4000 ની કિંમતની ઈંગ્લીશ દારૂની આઠ બોટલ મળી આવતા પોલીસે બંનેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો લાલુભાઈ દ્વારા સપ્લાય કરાયાની કેફીયત આપતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બીજો દરોડો, જામનગર શહેરના ધરારનગર આવાસ પાસેના વિસ્તારમાં રહેતાં પ્રદિપસિંહ કુંભાજી જાડેજાના મકાનમાંથી એલસીબીની ટીમે તલાસી લેતા ઘરમાંથી રૂા.6800 ની કિંમતની 17 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા પોલીસે પ્રદિપસિંહ વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી દારૂ કબ્જે કર્યો હતો.