જામનગર શહેરમાં આવાસ કોલોનીમા રહેતા શખ્સના મકાનમાંથી રેઈડ દરમિયાન એલસીબીની ટીમે રૂા.25,200 ની કિંમતની 63 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગરના કૃષ્ણનગર શેરી નં.2 માં રહેણાંક મકાનમાંથી ચાર બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા સપ્લાયરનું નામ ખુલ્યુ હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના આવાસ કોલોની બ્લોક નં.51 રૂમ નં.5 માં દારૂનો જથ્થો હોવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ એસ.એસ. નિનામા તથા સ્ટાફે રેઈડ દરમિયાન બિપીન ઉર્ફે લાકડી કારા મુછડિયા નામના શખ્સના મકાનમાં તલાસી લેતા તેમાંથી રૂા.25200 ની 63 બોટલ દારૂ અને એક મોબાઇલ મળી કુલ રૂા.25700 ના મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા કેયુર ગીરીશ ડોબરીયા નામના સપ્યાલયરનું નામ ખૂલ્યુ હતું તેમજ હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે કૃષ્ણનગર શેરી નં.2 માં રહેતા વિરલ વિજય દુધરેજીયાના મકાનમાંથી તલાસી દરમિયાન રૂા.1600 ની કિંમતની ચાર બોટલ દારૂ મળી આવતા પૂછપરછમાં સપ્લાયર કેતુ ભાનુશાળી નામના શખ્સનું નામ ખુલ્યું હતું.