Monday, December 23, 2024
Homeરાજ્યહાલારલૈયારા નજીકથી અબોલ પશુઓને લઇ જતા બે શખ્સો ઝડપાયા

લૈયારા નજીકથી અબોલ પશુઓને લઇ જતા બે શખ્સો ઝડપાયા

- Advertisement -

ધ્રોલ તાલુકાના લૈયારા ગામ નજીકથી આઈસર ગાડીમાં અબોલ પશુઓનો જીવ જોખમાય તે રીતે દોરડાથી બાંધેલ હાલતમાં રાખેલ વાહનને આંતરીને બે શખસોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના લૈયારા ગામથી મહાદેવનગર સામેના ધોરીમાર્ગ પરથી પસાર થતા જીજે-05-વાયવાય-6055 નંબરના આઇસર વાહનમાં અબોલ પશુઓના જીવ જોખમાઈ તે રીતે લઇ જતા હોવાની ભુરાભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઇ એમ પી મોરી તથા સ્ટાફે વાહનને આંતરીને તલાસી લેતા તેમાં ખીચોખીચ ભરેલા હલનચલન ન કરી શકે તે રીતે દોરડા વડે બાંધીને જીવ જોખમાય તે રીતે લઇ જવાતા 10 વાછરડાઓ મળી આવતા પોલીસે અબોલ પશુઓને મુકત કરી ધીરજ જગા ગઢીયા, અને જેઠા જીણા લીંબાસીયા નામના બે શખ્સોને ઝડપી લઇ તેમના વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular